________________
૧૪૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
સ્વર, ૧૨ દીન સ્વર, ૧૩ અનિષ્ટ સ્વર, ૧૪ અકાન્ત સ્વર, એ ચૌદ, કુલ ૨૮.
નામ કર્મની સ્થિતિ, જઘન્ય આઠ મુહૂર્તની, ઉત્કૃષ્ટ વીશ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ બે હજાર વર્ષનો. ૭ ગોત્ર કર્મનો વિસ્તાર
ગોત્ર કર્મના બે ભેદ, ૧ ઉંચ ગોત્ર, ૨ નીચ ગોત્ર. ગોત્ર કર્મની સોળ પ્રકૃતિ, તેમાં ઉંચ ગોત્રની આઠ પ્રકૃતિ ને નીચ ગોત્રની આઠ પ્રકૃત્તિ.
ઉંચ ગોત્રની આઠ પ્રકૃતિ
૧ જાતિ વિશિષ્ટ, ૨ કુળ વિશિષ્ટ, ૩ બળ વિશિષ્ટ, ૪ રૂપ વિશિષ્ટ, ૫ તપ વિશિષ્ટ, ૬ સૂત્ર વિશિષ્ટ, ૭ લાભ વિશિષ્ટ, ૮ ઐશ્ચર્ય વિશિષ્ટ.
નીચ ગોત્રની આઠ પ્રકૃતિ
૧ જાતિ વિહીન, ૨ કુળ વિહીન, ૩ બળ વિહીન, ૪ રૂપ વિહીન, ૫ તપ વિહીન, ૬ સૂત્ર વિહીન, છ લાભ વિહીન, ૮ ઐશ્ચર્ય વિહીન.
ગોત્ર કર્મ સોળ પ્રકારે બાંધે, તેમાં ઉંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે, ને નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે.
ઉંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે તે. ૧ જાતિ અમદ, ૨ કુળ અમદ, ૩ બળ અમદ, ૪ રૂપ અમદ, પ તપ અમદ, ૬ સૂત્ર અમદ, છ લાભ અમદ ૮ ઐશ્ચર્ય અમદ.
નીચ ગોત્ર આઠ પ્રકારે બાંધે તે. ૧ જાતિ મદ, ૨ કુળ મદ, ૩ બળ મદ, ૪ રૂપ મદ, ૫ તપ મદ, ૬ સૂત્ર મદ, લાભ મદ, ૮ ઐશ્વર્ય મદ, એવું આઠ, કુલ સોળ.
ગોત્ર કર્મ સોળ પ્રકારે ભોગવે, તેમાં ઉંચ ગોત્ર આઠ