________________
૧૪૬
શ્રી બૃહદ્ જેને લોક સંગ્રહ અગીઆરમે રસના પાંચ ભેદ. ૧ તીખો, ૨ કડવો, ૩ તુરો, ૪ ખાટો, ૫ મીઠો, એવં પાંચ, કુલ એકાવન.
બારમે સ્પર્શના આઠ ભેદ. ૧ હળવો, ૨ ભારે, ૩ કર્કશ, ૪ સુહાળો, ૫ ટાઢો, ૬ ઉન્હો, ૭ લુખો, ૮ ચોપડયો. એવું આઠ, કુલ ઓગણસાઠ.
તેરમે અનુપૂર્વીના ચાર ભેદ, ૧ નારકીની અનુપૂર્વી, ૨ તિયચની અનુપૂર્વી ૩ મનુષ્યની અનુપૂર્વી ૪ દેવની અનુપૂર્વી એવં ચાર. કુલ ત્રેસઠ. " ચૌદમે વિહાય ગતિ નામના બે ભેદ. (૧) પ્રશસ્ત વિહાય ગતિ તે ગંધ હસ્તીની પેઠે શુભ ચાલવાની ગતિ, (૨) અપ્રશસ્ત વિદાય ગતિ-તે ઊંટની પેઠે અશુભ ચાલવાની ગતિ, એવં બે. કુલ પાંસઠ.
પંદરમે અગુરૂ લઘુ નામનો એક ભેદ. એવં છાસઠ. સોળમે ઉપઘાત નામનો એક ભેદ. એ સડસઠ. સત્તરમે પરાઘાત નામનો એક ભેદ. એવં અડસઠ. અઢારમે ઉચ્છવાસ નામનો એક ભેદ. એવં ઓગણોતેર. ઓગણીસમે ઉદ્યોત નામનો એક ભેદ. એવે સીતેર. વીશમે આતાપ નામનો એક ભેદ. એવું એકોતેર. એકવીસમે તીર્થંકર નામ. (જિન નામ) એવં બોંતેર. બાવીસમે નિર્માણ નામ. કુલ તોતેર થયા.
બાકી જે વશ બોલ રહ્યા તે દરેકના એક એક ભેદ છે. સર્વ થઈ ૯૩ ભેદ તે ૯૩ પ્રકૃતિ સંપૂર્ણ.