________________
આઠ કર્મની પ્રકૃતિ
૧૪૫ (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તેજસ શરીર (૫) કાર્મણ શરીર. એવં ચૌદ.
ચોથે શરીર અંગોપાંગના ત્રણ ભેદ. (૧) ઔદારિક શરીર અંગો પાંગ (૨) વૈક્રિય શરીર અંગો પાંગ (૩) આહારક શરીર અંગો પાંગ. એવં ત્રણ. કુલ સત્તર. - પાંચમે શરીર બંધન નામના પાંચ ભેદ. (૧) ઔદારિક શરીર બંધન (૨) વૈક્રિય શરીર બંધન (૩) આહારક શરીર બંધન (૪) તેજસુ શરીર બંધન (પ) કાર્મણ શરીર બંધન. એવું પાંચ. કુલ બાવીશ.
છ શરીર સંઘાતકરણના પાંચ ભેદ. ૧ ઔદારિક શરીર સંઘાતકરણ, ૨ વૈક્રિય શરીર સંઘાતકરણ, ૩ આહારક શરીર સંઘાતકરણ, ૪ તેજસ્ શરીર સંઘાતકરણ, ૫ કાર્મણ શરીર સંઘાતકરણ, એવે પાંચ થઈ, કુલ સત્તાવીશ.
સાતમે સંવનન નામના છ ભેદ, ૧ વજરૂષભનારાચ સંહનન ૨ રૂષભનારાચ સંહનન, ૩ નારાચ સંહનન, ૪ અર્ધનારાચ સંહનન, ૫ કલિકા સંહનન, ૬ સેવાર્ત સંહનન એવે છ, કુલ તેત્રીશ.
આઠમે સંસ્થાન નામના છ ભેદ. ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન ૨ ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ કુજ સંસ્થાન, ૫ વામન સંસ્થાન, ૬ હૂંડ સંસ્થાન, એવું છે, કુલ ઓગણચાળીશ.
નવમે વર્ણના પાંચ ભેદ. ૧ કાળો, ૨ નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો, એવં પાંચ. કુલ ચુમ્માળીયા
દશમે ગંધના બે ભેદ. ૧ સુરભિ ગંધ, ૨ દુરભિ ગંધ, એવે છે. કુલ બેંતાળીશ. બ્રુ-૧૦