________________
આઠ કર્મની પ્રકૃતિ
૧૪૩
૫ આયુષ્ય કર્મનો વિસ્તાર.
આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ. તે ૧ નારકીનું આયુષ્ય, ૨ તિર્યંચનું આયુષ્ય, ૩ મનુષ્યનું આયુષ્ય, ૪ દેવનું આયુષ્ય.
આયુષ્ય કર્મ સોળ પ્રકારે બાંધે, તેની વિગત.
નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ મહા આરંભ, ૨ મહા પરિગ્રહ ૩ કુણિમ આહાર, ૪ પંચેંદ્રિય વધ, એવં ચાર.
તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ માયા સહિત અલિક, ૨ નિવડ માયા અલિક, ૩ અલિક વચન, ૪ ખોટાં તોલ ખોટાં માપ, એવં ચાર કુલ આઠ.
મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ ભદ્ર પ્રકૃતિ, ૨ વિનયપ્રકૃતિ, ૩ સાનુક્રોશ, ૪ અમત્સર, એવં ચાર. કુલ બાર.
દેવનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ સરાગ સંયમ, ૨ સંયમાસંયમ; ૩ બાલતવોકર્મ, ૪ અકામ નિર્જરા, એવં ચાર. કુળ સોળ.
આયુષ્ય કર્મ ચાર પ્રકારે ભોગવે,
૧ નારકી, નારકીનું ભોગવે, ૨ તિર્યંચ, તિર્યંચનું ભોગવે, ૩ મનુષ્ય, મનુષ્યનું ભોગવે, ૪ દેવ, દેવનું ભોગવે.
આયુષ્ય કર્મની સ્થિતિ.
નારકી અને દેવની સ્થિતિ, જઘન્ય દશ હજાર વર્ષને અંતર્મુહૂર્ત અધિક; ઉત્કૃષ્ટ તેત્રીશ સાગર ને પૂર્વ ક્રોડીનો ત્રીજો ભાગ અધિક.
મનુષ્ય અને તિર્યંચ. એ બેની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય ને પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અધિક.