SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ એ ચારેની ગતિ મનુષ્યની, સ્થિતિ ચાર માસની, ઘાત કરે સાધુપણાની. ૧૩ સંજ્વલનનો ક્રોધ, તે ભરતીથી થતા પાણી મળે લીટી સમાન; ૧૪ સંજ્વલનનું માન, તે નેતરના સ્થંભ સમાન; ૧૫ સંજ્વલનની માયા, તે વાંસની છોઈ સમાન; ૧૬ સંજ્વલનનો લોભ, તે પતંગ તથા હલદરના રંગ સમાન; એ ચારે ગતિ કરે દેવની, સ્થિતિ પંદર દિવસની, ઘાત કરે યથાખ્યાત ચારિત્રની. એ ૧૬ કષાય ચારિત્ર મોહનીય. નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ ૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શોક, ૬ દુઃગંછા, ૭ સ્ત્રી વેદ, ૮ પુરુષ વેદ, ૯ નપુંસક વેદ, એવં નવ થઈને કુલ ૨૫ ને પ્રથમ દર્શન-મોહનીયની ત્રણ પ્રકૃતિ, કુલ અઠ્ઠાવીશ પ્રકૃતિ થઈ. મોહનીય કર્મ છ પ્રકારે બાંધે છે. ૧ તીવ્ર ક્રોધ ૨ તીવ્ર માન, ૩ તીવ્ર માયા ૪ તીવ્ર લોભ, ૫ તીવ્ર દર્શન મોહનીય, ૬ તીવ્ર ચારિત્ર મોહનીય. મોહનીય કર્મ પાંચ પ્રકારે ભોગવે છે. ૧ સમ્યક્ત મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમ્યક્ત મિથ્યાત્વ મોહનીય, ૪ કષાય ચારિત્ર મોહનીય, ૫ નોકષાય ચારિત્ર મોહનીય. મોહનીય કર્મની સ્થિતિ, જઘન્ય, અંતમુહર્તની; ઉત્કૃષ્ટ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમની, અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તનો; ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનો.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy