________________
૧૪૧
આઠ કર્મની પ્રકૃતિ ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મોહનીય.
૨ ચારિત્ર મોહનીયના બે ભેદ, કષાયચારિત્ર મોહનીય, ૨ નોકષાય ચારિત્ર મોહનીય.
કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ, નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ, એવું કુલ અઠાવીશ.
કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ ૧ અનંતાનુબંધી ક્રોધ, તે પર્વત ફાટયા સમાન; ૨ અનંતાનુબંધી માન, તે પથ્થરના સ્થંભ સમાન; ૩ અનંતાનુબંધી માયા, તે વાંસના મૂળ સમાન; ૪ અનંતાનુબંધી લોભ, તે કિરમજીના રંગ સમાન;
એ ચારેની ગતિ નરકની, સ્થિતિ જાવ જીવની, ઘાત કરે સમકિતની.
૫ અપ્રત્યાખ્યાની ક્રોધ, તે તળાવની તિરાડ સમાન; ૬ અપ્રત્યાખ્યાની માન, તે હાડકાંના સ્થંભ સમાન; ૭ અપ્રત્યાખ્યાની માયા, તે ઘેટાંનાં શીંગડાં સમાન; ૮ અપ્રત્યાખ્યાની લોભ, તે નગરની ગટરનાં કાદવ સમાન.
એ ચારેની ગતિ તિર્યંચની, સ્થિતિ એક વર્ષની, ઘાત કરે દેશ વતની.
૯ પ્રત્યાખ્યાનવરણીય ક્રોધ, તે વેળુ મધ્યે લીંટી સમાન; ૧૦ પ્રત્યાખ્યાનાવરણીય માન, તે લાકડાના સ્થંભ સમાન; ૧૧ પ્રત્યાખ્યાનાવરણીય માયા, તે ગૌમુત્રિકા સમાન; ૧૨ પ્રત્યાખ્યાનાવરણીય લોભ, તે ગાડાનાં ખંજન સમાન.