________________
૧૩૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ઘરેણાંનો ડાબલો દાટયો હોય ત્યાંથી લઈને આવે, ને જ્યાં હોય ત્યાં મૂકે, ત્યારપછી કાળ કરે એવી ઉઘવાળો હોય તે મરીને નરકે જાય. તેને થીણદ્ધિ (સ્યાનદ્ધિ) નિદ્રા કહિયે. આ વાત ઉત્. બળની છે. જઘન્ય અને મધ્યમ બળ પણ હોઈ શકે અને તો તે કોઈપણ ગતિમાં જઈ શકે.
૬ ચક્ષુ દર્શનાવરણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અવધિ દર્શનાવરણીય, ૯ કેવળ દર્શનાવરણીય, એવં નવ.
દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે.
૧ દંસણ પડિણિયાએ, તે ચક્ષુ આદિ ૪ દર્શનનાં કે તે દર્શનોના ધારકના અવર્ણવાદ (વાંકાં) બોલે તો દર્શનાવરણીય કર્મ બાંધે. ૧.
૨ દંસણ નિશ્વવણિયાએ, તે દર્શન અને દર્શનીના ઉપકાર ઓળવે તો દર્શનાવરણીય કર્મ બાંધે. ૨. - ૩ દેસણ અંતરાએણે, તે દર્શન અને દર્શનનાં સાધનોમાં અંતરાય પાડે તો દર્શનાવરણીય કર્મ બાંધે. ૩.
૪ દંસણ પઓસેણં, તે દર્શન કે દર્શનીના ઉપર દ્વેષ કરે તો દર્શનાવરણીય કર્મ બાંધે ૪.
૫ દંસણ આસાયણાએ, તે દર્શન અને દર્શનીની આશાતના કરે તો દર્શનાવરણીય કર્મ બાંધે ૫.
૬ દંસણ વિસંવાયણા જોગેણં, તે દર્શની સાથે ખોટા ઝગડા, વિખવાદ કરે તો દર્શનાવરણીય કર્મ બાંધે. ૬.
દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે ભોગવે.
૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, ૫ થીણદ્ધિ નિદ્રા, ૬, ચક્ષુદર્શનાવરણીય ૭ અચક્ષુદર્શનાવરણીય ૮ અવધિદર્શનાવરણીય. ૯ કેવલદર્શનાવરણીય. દર્શનાવરણીય