________________
આઠ કર્મની પ્રકૃતિ
૧૩૯ કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ, ત્રીશ ક્રોડા ક્રોડી સાગરોપમની, અબાધા કાળ ઉ. ત્રણ હજાર વર્ષનો ઈતિ દર્શનાવરણીય કર્મનો વિસ્તાર સંપૂર્ણ.
૩ વેદનીય કર્મનો વિસ્તાર વેદનીય કર્મના બે ભેદ, ૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય.
વેદનીય કર્મની સોળ પ્રકૃતિ, તેમાં શાતા વેદનીયની આઠ પ્રકૃતિ, ને અશાતા વેદનીયની આઠ પ્રકૃતિ.
પ્રથમ શાતા વેદનીય કર્મની આઠ પ્રકૃતિ
૧ મનોજ્ઞ શબ્દ, ૨ મનોજ્ઞ રૂપ, ૩ મનોજ્ઞ ગંધ, ૪ મનોજ્ઞ રસ, ૫ મનોજ્ઞ સ્પર્શ, ૬ મન સૌખ, ૭ વચનસૌખ, ૮ કાય સૌખ્ય.
અશાતા વેદનીય કર્મની આઠ પ્રકૃતિ. ૧ અમનોજ્ઞ શબ્દ, ૨ અમનોજ્ઞરૂપ, ૩ અમનોજ્ઞ ગંધ, ૪ અમનોજ્ઞ રસ, ૫ અમનોજ્ઞ સ્પર્શ, ૬ મન દુઃખ, ૭ વચન દુઃખ, ૮ કાય દુઃખ. કુલ સોળ પ્રકૃતિ.
વેદનીય કર્મ ૨૨ પ્રકારે બાંધે, તેમાં શાતા વેદનીય દશ પ્રકારે બાંધે છે.
(૧) પાણાણું કંપિયાએ (પ્રાણી અનુકંપા) (૨) ભૂયાણું કંપિયાએ (ભૂત અનુકંપા) (૩) જીવાણું કંપિયાએ (જીવ અનુકંપા) (૪) સત્તાણુ કંપિયાએ (સત્વ અનુકંપા) (૫) બહુર્ણ પાણાણું ભૂયાણે જીવાણું સત્તાણ અદુઃખણિયાએ (બહુ પ્રાણી ભૂત જીવ સત્વોને દુઃખ આપવું નહિ) (૬) અસોયણિયાએ (શોક કરાવવો નહિ) (૭) અઝુરણિયાએ (ઝુરણા કરાવવી નહિ. (૮) અટીપ્પણિયાએ (ટપક ટપક આંસુ પડાવવા નહિ) (૯) અપીટ્ટણિયાએ (પીટવું નહિ) (૧૦) અપરિતાવણિયાએ (પરિતાપના કરાવવી નહિ) એ દશ પ્રકારે બાંધે.