________________
આઠ કર્મની પ્રકૃતિ
૧૩૭ પાડે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ૪ નાણ પઓસેણે તે જ્ઞાન કે જ્ઞાની ઉપર દ્વેષ કરે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ૫ નાણ આસાયણાએ. તે જ્ઞાનની તથા જ્ઞાનીની આશાતના કરે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ૬ નાણ વિસંવાયણા જોગેણં, તે જ્ઞાની સાથે ખોટો વિવાદ કરે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. એ છ પ્રકારે બાંધે.
જ્ઞાનાવરણીય કર્મ દશ પ્રકારે ભોગવે. ૧ શ્રોત્ર-આવરણ, ૨ શ્રોત્રવિજ્ઞાન-આવરણ, ૩ નેત્ર-આવરણ, ૪ નેત્ર-વિજ્ઞાન-આવરણ, ૫ ઘાણ-આવરણ, ૬ ઘાણવિજ્ઞાન-આવરણ, ૭ રસ-આવરણ, ૮ રસવિજ્ઞાન-આવરણ, ૯ સ્પર્શ-આવરણ, ૧૦ સ્પર્શ વિજ્ઞાન-આવરણ.
જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની અબાધાકાળ ઉ. ત્રણ હજાર વર્ષનો.
૨ દર્શનાવરણીય કર્મનો વિસ્તાર. દર્શનવારણીય કર્મની પ્રકૃતિ નવ. ૧ નિદ્રા, તે સુખે ઉંધે, સુખે જાગે. ૨ નિદ્રા નિદ્રા, તે દુઃખે ઉંધે, દુઃખે જાગે. ૩ પ્રચલા તે બેઠા બેઠા ઉંધે. ૪ પ્રચલા પ્રચલા, તે બોલતાં બોલતાં, ખાતાં ખાતાં ઉંધે.
૫ થીણદ્ધિ (સ્યાનદ્ધિ) નિંદ્રા, તે ઉંઘને વિષે અર્ધ વાસુદેવનું બળ આવે, ત્યારે ઉંઘમાં ને ઉંઘમાં ઉઠે, ઉઠીને પટારો ઉઘાડે, ઉઘાડીને માંહેથી ઘરેણાંનો ડાબલો લે, અને લૂગડાંનો બચકો બાંધીને તે લઈને નદીએ જાય, તે ઘરેણાંનો ડાબલો હજાર મણની શિલા ઉંચી કરી તેની નીચે દાટે ને લૂગડા ધોઈને ઘેર આવે, સવારે જાગે પણ ખબર ન પડે. ઘરેણાનો ડાબલો શોધે પણ જડે નહિ. એવી નિદ્રા ફરીથી છ મહિને આવે ત્યારે