________________
૧૩૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
આઠ કર્મનાં લક્ષણ.
૧ પહેલું જ્ઞાનાવરણીય કર્મ તે આંખના પાટા સમાન. ૨ બીજું દર્શનાવરણીય કર્મ તે રાજાના પોળીઆ સમાન, ૩ ત્રીજું વેદનીય કર્મ તે મધ તથા અફીણે ખરડયા ખડૂગ સમાન ૪ ચોથું મોહનીય કર્મ તે મદિરાપાન સમાન, ૫ પાચમું આયુષ્ય કર્મ તે હેડ સમાન. ૬ છઠ્ઠું નામ કર્મ તે ચિતારા સમાન. ૭ સાતમું ગોત્ર કર્મ તે કુંભારના ચાકડા સમાન. ૮ આઠમું અંતરાય કર્મ તે રાજાના ભંડારી સમાન. ૧ જ્ઞાનાવરણીય કર્મે અનંત જ્ઞાન ગુણ ઢાંકયો છે. ૨ દર્શનાવરણીય કર્મે અનંત દર્શનગુણ ઢાંકયો છે. ૩ વેદનીય કર્મે અનંત અવ્યાબાધ આત્મિક સુખ રોકયું છે. ૪ મોહનીય કર્મે ક્ષાયક સમકિત ગુણ રોકયો છે ૫ આયુષ્ય કર્મે અક્ષય સ્થિતિ ગુણ રોકયો છે. ૬ નામ કર્મે અમૂર્તિ ગુણ રોકયો છે. ૭ ગોત્ર કર્મે અગુરૂ લઘુ ગુણ રોકયો છે. ૮ અંતરાય કર્મે અનંત આત્મિક શક્તિ ગુણ રોકયો છે.
આઠ કર્મની પ્રકૃતિ, તથા આઠ કર્મ કેટલા પ્રકારે બાંધે, તથા કેટલા પ્રકારે ભોગવે, તથા આઠ કર્મની સ્થિતિ, એ સર્વ ભેદ.
૧ જ્ઞાનાવરણીય કર્મનો વિસ્તાર.
જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય, ૩ અવધિ જ્ઞાનાવરણીય, ૪ મનઃપર્યવ જ્ઞાનાવરણીય, ૫ કેવલ જ્ઞાનાવરણીય.
જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે, ૧ નાણ પડિણિયાએ તે જ્ઞાનના તથા જ્ઞાનીના અવર્ણવાદ બોલે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ૨ નાણ નિન્દવણિયાએ, તે જ્ઞાન પમાડનારનાં ઉપકાર ઓળવે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે. ૩ નાણ અંતરાયેણં, તે જ્ઞાનની અંતરાય