________________
૧૩પ
આઠ કર્મની પ્રકૃતિ
૧૪ દર્શન દ્વાર. સિદ્ધમાં કેવલદર્શન. ૧૫ જ્ઞાન દ્વાર. સિદ્ધમાં કેવલજ્ઞાન. ૧૬ યોગ દ્વાર. સિદ્ધને યોગ નથી.
૧૭ ઉપયોગ દ્વાર. સિદ્ધને ઉપયોગ બે, 1 કેવલજ્ઞાન ૨ કેવલદર્શન.
૧૮ આહાર દ્વારા સિદ્ધને આહાર નથી. ૧૯ ઉપજવાનાં દ્વાર. સિદ્ધમાં ઉપજવું છે. ૨૦ સ્થિતિ દ્વાર. સિદ્ધને આદિ છે. પણ અંત છેડો) નથી. ૨૧ મરણ દ્વાર. એકે મરણ નથી. ૨૨ ચવણ દ્વાર. સિદ્ધને ચવવું નથી. ૨૩ આગતિ દ્વારા આગતિ, તે એક મનુષ્યનો આવે. ૨૪ ગતિ દ્વાર. સિદ્ધને ગતિ નથી.' એવા સિદ્ધ ભગવંતજીને, મારો ત્રણે કાલ નમસ્કાર હો. ઈતિ લઘુ દંડક સંપૂર્ણ
(૭) આઠ કર્મની પ્રકૃતિ
પન્નવણાપદ-૨૩, ઉ.૧
પ્રથમ આઠ કર્મના નામ ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય
કર્મ- જે કર્મ કાર્મણ વર્ગણાનાં પુદગલો (ચૌસ્પર્શી) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના કારણે આત્મા સાથે બંધાય તેને કર્મ કહે છે.