________________
૧૩૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨૪ ગતિ દ્વાર. જાય એક ગતિમાં તે, ૧ દેવમાં. પ્રાણ-૧૦, ગુણ.૩૦ અકમ. માં-૨, ૫૬ અંતર.માં-૧. . ઈતિ જુગલિયાનો વિસ્તાર સંપૂર્ણ ઈતિ મનુષ્યનો દંડક સંપૂર્ણ.
[સિનો વિસ્તાર | ૧ શરીર દ્વાર. સિદ્ધમાં શરીર નથી.
૨ અવગાહના દ્વાર, પાંચસેં ધનુષ્યના સિદ્ધ થયા હોય તેની ત્રણસેં તેત્રીશ ધનુષ્ય ને બત્રીશ આંગુલની.
સાત હાથના સિદ્ધ થયા હોય તેની ચાર હાથ ને સોળ આંગુલની.
બે હાથના સિદ્ધ થયા હોય તેની એક હાથ અને આઠ આંગુલની.
૩ સંવનન દ્વાર. સિદ્ધ અસંહનની (અસંઘયણી). ૪ સંસ્થાન દ્વાર. સિદ્ધ અસંસ્થાની. ૫ કષાય દ્વારા સિદ્ધ અકષાયી. ૬ સંજ્ઞા દ્વાર. સિદ્ધને સંજ્ઞા નથી. ૭ વેશ્યા દ્વાર. સિદ્ધને વેશ્યા નથી. ૮ ઈદ્રિય ધાર. સિદ્ધને ઇન્દ્રિયો નથી. ૯ સમુદ્ધાત દ્વારા સિદ્ધાને સમુદ્યાત નથી. ૧૦ સંજ્ઞી દ્વાર. સિદ્ધને સંજ્ઞી નથી, અસંજ્ઞી નથી. ૧૧ વેદ દ્વાર. સિદ્ધને વેદ નથી. ૧૨ પતિ દ્વાર. સિદ્ધને પર્યાપ્ત નથી, અપર્યાપ્ત નથી. ૧૩ દૃષ્ટિ દ્વાર. સિદ્ધમાં સમક્તિદૃષ્ટિ.