________________
ચોવીશ દંડક
૧૩૩
૧૮ આહા૨ દ્વાર.
જુગલીયામાં આહાર ત્રણ પ્રકારનો.
૧૯. ઉપજવાનાં દ્વાર. ૨૨ ચવવાના દ્વાર.
ત્રીશ અકર્મભૂમિમાં બે દંડકનો આવે, તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચનો.
જાય તેર દંડકમાં તે દશ ભવનપતિના દશ દંડક ૧૦. વાણવ્યંતર, ૧૧. જ્યોતિષી, ૧૨. વૈમાનિક ૧૩ એ તેર દંડકમાં.
છપ્પન અંતરદ્વીપમાં, બે દંડનો આવે, તે ૧ મનુષ્યનો ૨ તિર્યંચનો. જાય અગિયાર દંડકમાં તે, દશ ભવનપતિ, એક વાણવ્યંતર એ અગિયારમાં જાય.
૨૦ સ્થિતિ દ્વાર.
હેમવય, હિરણ્યવયમાં. જઘન્ય એક પલ્પમાં દેશ ઉણી, ઉત્કૃષ્ટ એક પલ્યની.
હરિવાસ, રમ્યવાસમાં, જઘન્ય બે પલ્યમાં દેશ ઉણી, ઉત્કૃષ્ટ બે પલ્યની.
દેવકુરૂ, ઉત્તરકુરૂમાં, જઘન્ય ત્રણ પલ્યમાં દેશ ઉણી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની.
છપ્પન અંતદ્વીપમાં જઘન્ય પલ્યના અસંખ્યાતમાં ભાગમાં દેશ ઉણી, ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમાં ભાગની.
૨૧ મરણ દ્વાર.
મરણ બે. ૧ સમોહિયા મરણ, ૨ અસમોહિયા મરણ. ૨૩ આગતિ દ્વાર.
તેમાં આવે બે ગતિનો ૧ મનુષ્ય ને ૨ તિર્યંચનો.