________________
૧૩૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૭ ઉપયોગ દ્વારા ઉપયોગ ચાર, ૧૩ મતિ અજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન; ૩ ચક્ષુ દર્શન, ૪ અચક્ષુદર્શન.
૧૮ આહાર દ્વાર. આહાર બે પ્રકારનો, ૧ ઓજસુ, ૨ રોમ; તે ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર.
૧૯ ઉપજવાના દ્વાર. મનુષ્ય મૂર્ણિમમાં આઠ દંડકનો આવે તે, પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ બેઈદ્રિય, ૫ એઇન્દ્રિય, ૬ ચૌરેન્દ્રિય, ૭ મનુષ્ય, ૮ તિર્યંચ પંચેંદ્રિય એ આઠનો આવે.
૨૨ ચવવાનાં દ્વારા તે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકલૈંદ્રિય, મનુષ્ય અને તિર્યંચ એ દશ દેડકમાં જાય.
૨૦ સ્થિતિ દ્વાર. તેની સ્થિતિ જઘન્ય, અંતર્મુહૂતની; ઉત્કૃષ્ટ, અંતમુહૂર્તની,
૨૧ મરણ દ્વારા મરણ બે, ૧ સમોહિયા મરણ, ૨ અસમોતિયા મરણ.
૨૩ આગતિ દ્વાર તેમાં બે ગતિનો આવે તે, ૧ મનુષ્ય ૨ તિર્યંચનો.
૨૪ ગતિ દ્વાર. જય બે ગતિમાં તે મનુષ્ય ને તિર્યંચમાં પ્રાણ-૯, ગુણ. - ૧ પ્રથમ (થોડુંક વચ્ચેથી છાપવું)
ઈતિ મનુષ્ય સંમૂછિમનો વિસ્તાર સંપૂર્ણ.