________________
૧૨૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ચોથો આરો બેસતાં પાંચસે ધનુષ્યની, ઉતરતે આરે એક ગાઉની.
પાંચમો આરો બેસતાં એક ગાઉની ઉતરતે આરે બે ગાઉની.
છઠ્ઠો આરો બેસતાં બે ગાઉની, ઉતરતે આરે ત્રણ ગાઉની.
મનુષ્ય વૈક્રિય કરે તો જઘન્ય, આંગુલનો સંખ્યાતમો ભાગ; ઉત્કૃષ્ટ, લાખ યોજન અધિક.
૩ સંવનન દ્વાર. તેમાં સંહનન છે. ૪ સંસ્થાન દ્વાર. તેમાં સંસ્થાન છે. ૫ કષાય દ્વાર. તેમાં કષાય ચાર. તથા અકષાયી. ૬ સંજ્ઞા દ્વાર. તેમાં સંજ્ઞા ચાર. તથા નોસંજ્ઞાપયુક્ત. ૭ લેસ્થા દ્વાર. તેમાં લેશ્યા છે. તથા અલેશી. ૮ ઈદ્રિય દ્વાર. તેમાં ઈદ્રિય પાંચ. તથા અણિન્દ્રિય ૯ સમુદ્યાત દ્વાર. તેમાં સમુદ્દાત સાત. ૧૦ સંજ્ઞી દ્વાર. તેમાં સંજ્ઞી ૧૧ વેદ દ્વાર. તેમાં વેદ ત્રણ. તથા અવેદી. ૧૨ પર્યાતિ દ્વાર. તેમાં પર્યાપ્તિ છે. અપર્યાપ્તિ છે. ૧૩ દષ્ટિ દ્વાર. તેમાં દૃષ્ટિ ત્રણ. ૧૪ દર્શન દ્વાર. તેમાં દર્શન ચાર. ૧૫ જ્ઞાન દ્વાર. તેમાં જ્ઞાન પાંચ, અજ્ઞાન ત્રણ. ૧૬ યોગ દ્વાર. તેમાં યોગ પંદર. તથા અયોગી. ૧૭ ઉપયોગ દ્વાર. તેમાં ઉપયોગ બાર.