________________
ચોવીશ દંડક
મનુષ્ય ગર્ભજ પદ્રિયનો એક દંડક. ૧ શરીર. મનુષ્ય ગર્ભજમાં શરીર પાંચ.
૨ અવગાહના દ્વાર.
૧૨૫
અવસર્પિણી કાળમાં
મનુષ્ય ગર્ભજની અવગાહના પહેલો આરો બેસતાં ત્રણ ગાઉની, ઉતરતે આરે બે ગાઉની.
બીજો આરો બેસતાં બે ગાઉની, ઉત્તરતે આરે એક ગાઉની. ત્રીજો આરો બેસતાં એક ગાઉની, ઉતરતે આરે પાંચસો ધનુષ્યની.
ચોથો આરો બેસતાં પાંચસો ધનુષ્યની, ઉતરતે આરે સાત હાથની.
પાંચમો આરો બેસતાં સાત હાથની, ઉતરતે આરે એક
હાથની.
છઠ્ઠો આરો બેસતાં એક હાથની ઉતરતે આરે મૂંઢા હાથની. મહાવિદેહ ક્ષેત્ર : જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની.
ઉત્સર્પિણી કાળમાં
પહેલાં આરો બેસતાં સૂંઢા હાથની, ઉતરતે આરે એક
હાથની.
બીજા આરો બેસતાં એક હાથની, ઉતરતે આરે સાત
હાથની.
ત્રીજો આરો બેસતાં સાત હાથની, ઉત્તરતે આરે પાંચસો
ધનુષ્યની.