________________
૧૨૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૧૮ આહાર દ્વાર. તેમાં આહાર ત્રણ પ્રકારનો. ૧૯ ઉપજવાનાં દ્વાર. તેમાં ચોવીશ દંડકનો આવે. ૨૨ ચવવાનાં દ્વાર. જાય પણ ચોવીશ દંડકમાં, ૨૦ સ્થિતિ દ્વાર
જલચરની, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ, પૂર્વ ક્રોડ વર્ષની.
સ્થલચરની, જઘન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ, ત્રણ પલ્યની. ઉરપરિસર્પની, જધન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ પૂર્વ ક્રોડ
ભુજપરિસર્પની, જધન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ, પૂર્વ ક્રોડ
વર્ષની.
ખેચરની, જન્ય, અંતર્મુહૂત્તની; ઉત્કૃષ્ટ, પલ્યના અસંખ્યાતમા ભાગની.
વર્ષની.
૨૧ મરણ દ્વાર. સમોહિયા મરણ તે એળની પેઠે ચાલે. અસમોહિયા મરણ તે દડીની પેઠે ચાલે.
૨૩ આગતિ દ્વાર. ચાર ગતિનો આવે.
૨૪ ગતિદ્વાર. તે ચાર ગતિમાં જાય.
પ્રાણ-૧૦, ગુણ. થી ૫. ઇતિ તિર્યંચ ગર્ભજ પંચેંદ્રિયનો એક દંડક સંપૂર્ણ.