________________
૧૨૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તિર્યંચ ગભજ પત્રિયનો એક કડક
૧ શરીર. તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં શરીર ચાર. ૧ ઔદારિક, ૨ વૈકિય, ૩ તેજ, ૪ કાર્મણ.
૨ અવગાહના. ગાથા. જેયણ સહસ્સે છ ગાઉ આઈ તતો જોયણ સહસ્સ; ગાઉ પુહુરં ભુજએ ધણુહ પુહુરં ચ પખીસુ.
જલચરની, જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગની; ઉત્કૃષ્ટ, એક હજાર જોજનની.
સ્થલચરની, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ, છ ગાઉની.
ઉરપરિસર્પની, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ, એક હજાર જોજનની.
ભુજપરિસર્પની, જાન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની; ઉત્કૃષ્ટ, પૃથફ ગાઉની.
ખેચરની, જાન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની; ઉત્કૃષ્ટ, પૃથક્ ધનુષ્યની. પાંચેય ઉત્તર વૈશ્યિ કરે તો, જઘન્ય આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ, ૮૦ જોજનની.
૩ સંહનન દ્વાર. સંહનન છે. ૪ સંસ્થાન દ્વાર. તેમાં સંસ્થાન છે. ૫ કષાય દ્વાર. તેમાં કષાય ચાર. ૬ સંજ્ઞા દ્વાર. તેમાં સંશા ચાર. ૭ વેશ્યા દ્વાર. તેમાં લેશ્યા છે.