________________
ચોવીશ દંડક
૧૨૧ જલચરની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ, પૂર્વક્રોડ વર્ષની.
સ્થળચરની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ, ચોરાશી હજાર વર્ષની.
ઉરપરિસર્પની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ગેપન હજાર વર્ષની.
ભુજપરિસર્પની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ બેંતાળીસ હજાર વર્ષની.
ખેચરની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ, બહોતેર હજાર વર્ષની.
૨૧ મરણ દ્વાર. સમોહિયા મરણ, તે એળની પેરે ચાલે, અસમોહિયા મરણ, તે દડીની પેરે ચાલે.
૨૩ આગતિ દ્વાર, ૨૪ ગતિ દ્વાર. બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ને ૨ તિર્યંચનો; જય બે ગતિમાં તે એક મનુષ્ય, ને ૨ તિર્યંચમાં.
તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયમાં બે ગતિનો આવે તે, ૧ મનુષ્યનો, ને ૨ તિર્યંચનો, જાય ચાર ગતિમાં તે, ૧ નારકી, ૨ તિયચ, ૩ મનુષ્ય, ને ૪ દેવ એ ચારમાં જાય.
પ્રાણ – બેઈ.૬, તેઈ.૭, ચૌરે.૮, અસંજ્ઞી પંચે. ૯, ગુણ-૨
ઇતિ ત્રણ વિકલૈંદ્રિય, (બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય), ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેદ્રિયના દંડક સંપૂર્ણ.