SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ દંડક ૧૧૫ ૧૫ જ્ઞાન દ્વાર. પાંચ એકેંદ્રિયમાં બે અજ્ઞાન, તે ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન. ૧૬ યોગ દ્વાર. પાંચ એકેંદ્રિયમાં વાયુકાય વિના બાકીની ચાર એકેંદ્રિયમાં યોગ ત્રણ, તે ૧ ઔદારિક શરીર કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ કાર્યણ શરીર કાયયોગ. વાયુકાયમાં યોગ પાંચ. ૧ ઔદારિક શરીર કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ વૈક્રિય શરીર કાયયોગ, ૪ વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ ૫ કાર્મણ શરીર કાયયોગ. ૧૭ ઉપયોગ દ્વાર. પાંચ એકેંદ્રિયમાં ઉપયોગ ત્રણ ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, ૩ અચક્ષુદર્શન. ૧૮ આહાર દ્વાર પાંચ એકેંદ્રિયમાં ત્રણ દિશિનો, ચાર દિશિનો, પાંચ દિશિનો આહાર લે, ને વ્યાઘાત ન પડે તો છ દિશિનો આહાર લે. બે પ્રકારનો આહાર, તે ૧ ઓજસ્, ૨ રોમ. તે ૧ સચિત્ત ૨ અચિત્ત, ૩ મિશ્ર. ૧૯ ઉપજવાનાં, ૨૨ ચવવાનાં દ્વાર. પૃથ્વી, પાણી, વનસ્પિતકાય એ ત્રણ એકેંદ્રિયમાં ત્રેવીશ દંડકનો આવે, તે એક નારકી વર્જીને; જાય દશ દંડકમાં તે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકલેંદ્રિય, એ આઠ ને મનુષ્યને તિર્યંચ એ બે મળી દશ દંડકમાં જાય. તેજસ્કાય ને વાયુકાય એ બે એકેંદ્રિયમાં દશ દંડકનો આવે, તે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકલેંદ્રિય, એક મનુષ્ય, ને એક તિર્યંચ એ દશ દંડકનો આવે. ને નવ દંડકમાં જાય તે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકલેંદ્રિય ને તિર્યંચ પંચેયિ એ નવમાં જાય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy