________________
ચોવીશ દંડક
૨૦ સ્થિતિ દ્વાર
૧૦૯
નારકીની સ્થિતિ નીચે મુજબ છે.
પહેલી નરકના નારકીની સ્થિતિ; જધન્ય, દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ એક સાગરની,
બીજી નકની, જ૦ એક સાગરની, ઉ૦ ત્રણ સાગરની; ત્રીજી નરકની, જ૦ ત્રણ સાગરની, ઉ0 સાત સાગરની; ચોથી નરકની, જ૦ સાત સાગરની, ઉ૦ દશ સાગરની; પાંચમી નરકની, જ૦ દશ સાગરની, ઉ૦ સત્તર સાગરની; છઠ્ઠી નકની, જ્ડ સત્તર સાગરની, ઉ૦ બાવીશ સાગરોપમની;
જ
સાતમી નરકની, જીરુ બાવીશ સાગરોપમની, ઉ તેત્રીશ સાગરોપમની.
દેવની સ્થિતિ નીચે મુજબ.
દક્ષિણ દિશાના અસુરકુમારના દેવની સ્થિતિ, જન્ય, દશહજાર વર્ષની; ઉત્કૃષ્ટ, એક સાગરોપમની. તેની દેવીની સ્થિતિ, જધન્ય, દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ, સાડાત્રણ પલ્યની. તેના નવનિકાયના દેવની સ્થિતિ, જઘન્ય, દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ, દોઢ પલ્યની; તેની દેવીની સ્થિતિ, જઘન્ય, દશહજાર વર્ષની ઉત્કૃષ્ટ, પોણા પલ્યની.
ઉત્તર દિશાના અસુકુમારના દેવની સ્થિતિ, જઘન્ય, દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ. એક સાગર ઝાઝેરી; તેની દેવીની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ, સાડાચાર પલ્યની. તેના નવ નિકાયના દેવની સ્થિતિ, જઘન્ય, દશ હજાર વર્ષની. ઉત્કૃષ્ટ, બે પલ્યમાં દેશ ઓછી; તેની દેવીની સ્થિતિ, જઘન્ય, દશ હજાર