________________
૧૦૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ નારકીથી નવ રૈવેયક સુધી ઉપયોગ નવ; ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મતિ અજ્ઞાન, ૫ શ્રુત અજ્ઞાન; ; વિભંગ જ્ઞાન, ૭ ચક્ષુદર્શન, ૮ અચક્ષુદર્શન, ૯ અવધિદર્શન.
પાંચ અનુત્તર વિમાનમાં છ ઉપયોગ, તે ત્રણ જ્ઞાન, ત્રણ
દર્શન.
૧૮ આહાર દ્વાર.
નારકી, દેવમાં બે પ્રકારનો આહાર. ૧ ઓજ, ૨ રોમ. છ દિશાનો આહાર લે. કરે એક પ્રકારનો. નારકી અચિત કરે પણ અશુભ કરે. દેવ અચિત કરે, પણ શુભ કરે.
૧૯ ઉપજવાના દ્વાર. ૨૨ ચવવાનાં દ્વાર. પહેલી નરકથી માંડીને છઠ્ઠી નરક સુધીમાં મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય એ બે દંડકનો આવે; જાય બે દંડકમાં, તે મનુષ્ય ને તિર્યંચ પંચેન્દ્રિયમાં.
સાતમી નરકમાં બે દંડકનો આવે, તે મનુષ્ય ને તિર્યંચ પંચેન્દ્રિયનો; જાય એક દંડકમાં તે તિર્યંચ પંચેન્દ્રિયમાં.
ભવનપતિ, વાણવ્યંતર; જ્યોતિષી, ને પહેલા બીજા દેવલોક સુધી, બે દંડકનો આવે, તે મનુષ્ય ને તિર્યંચનો, જાય પાંચ દંડકમાં, ૧ પૃથ્વી, ૨ પાણી; ૩ વનસ્પતિ; ૪ મનુષ્ય; ને ૫. તિર્યંચમાં.
ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધી બે દંડકનો આવે; મનુષ્ય ને તિર્યંચ; એ બેનો આવે, જા બે દંડકમાં; તે મનુષ્ય ને તિર્યંચમાં.
નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી એક દંડકનો આવે તે ૧ મનુષ્યનો; જાય એક મનુષ્યમાં.