________________
ચોવીશ દંડક
૧૦૭
નારકીમા દષ્ટિ ત્રણ. દેવમાં, ભવનપતિથી નવ રૈવેયક સુધી દષ્ટિ ત્રણ. પાંચ અનુત્તર વિમાનમાં દષ્ટિ એક તે સમતિ દેષ્ટિ. ૧૪ દર્શન દ્વાર.
નારકીમાં દર્શન ત્રણ. ૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દર્શન, ૩ અવધિ દર્શન.
દેવમાં દર્શન ત્રણ. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન.
૧૫ જ્ઞાન દ્વાર. નારકીમાં ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન. દેવમાં,
ભવનપતિથી નવ ચૈવેયક સુધી ત્રણ જ્ઞાન, ને ત્રણ અજ્ઞાન પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાન.
૧૬ યોગ દ્વાર. નારકીમાં યોગ અગિયાર. દેવમાં યોગ અગિયાર.
તે યોગનાં નામ. ૧ સત્ય મનયોગ, ૨ અસત્ય મનયોગ, ૩ મિશ્ર મનયોગ, ૪ વ્યવહાર મનયોગ, પ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચનયોગ, ૭ મિશ્ર વચનયોગ, ૮ વ્યવહાર વચનયોગ, . ૯ વૈક્રિય શરીર કાયયોગ, ૧૦ વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, ૧ કાર્પણ શરીર કાયયોગ.
૧૭ ઉપયોગ દ્વાર. ૧. યોગ = વ્યાપાર, ક્રિયા.