________________
૧૦૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩ ત્રીજી નરકે, અવગાહના, જઘન્ય, આંગુલના
અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ સવાએકત્રીશ ધનુષ્યની છે; ૩. ચોથી નરકે, અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ સાડીબાસઠ ધનુષ્યની છે; ૪. પાંચમી નરકે, અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ સવાસો ધનુષ્યની
છે; ૫. ૬ છકી નરકે, અવગાહના; જઘન્ય, આંગુલના
અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અઢીસો ધનુષ્યની છે; ૬. સાતમી નરકે, અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય આંગુલના સંખ્યામાં ભાગની, ઉત્કૃષ્ટ ઠામ બમણી (જે જે નરકે ઉત્કૃષ્ટ કહી છે તેથી બમણી જાણવી) યાવત્ સાતમી નરકે એકહજાર ધનુષ્યની જાણવી; ૭
દેવની આવગહના ભવનપતિના દેવ - દેવીની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાત હાથની છે; ૧. વાણવ્યંતર દેવ - દેવીની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાત હાથની છે; ૨.