________________
૧૦૩
ચોવીશ દંડક ૩ જ્યોતિષીના દેવ - દેવીની અવગાહના, જઘન્ય,
આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાત હાથની છે; ૩. વૈમાનિકની અવગાહના જુદી જુદી નીચે મુજબ. પહેલા - બીજા દેવલોકના દેવની તથા તેની દેવીની અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાત હાથની છે; ૨. ત્રીજા - ચોથા દેવલોકના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ છે હાથની છે; ૪. પાંચમા - છઠ્ઠા દેવલોકના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ પાંચ હાથની છે; ૬. સાતમા - આઠમા દેવલોકના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ચાર હાથની છે; ૮. નવમા - દશમા – અગિયારમા - બારમા દેવલોકના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ત્રણ હાથની છે; ૧૨. નવ રૈવેયકના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ બે હાથની છે. પાંચ અનુત્તર વિમાનના દેવની અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ એક હાથની છે.