________________
૧૦૧
વિશ દંડક ૨૧ મરણ દ્વાર. સમોહિયા મરણ, ને અસમોતિયા મરણ; - સમોહિયા મરણ તે એળની પેઠે ચાલે; સમુદ્યાત
અવસ્થામાં મરણ થવું. અસમોતિયા મરણ તે દડીની
પેઠે ચાલે. ૨૨ ચવણ દ્વાર તે ચોવીસ દંડકમાં જાય પૂર્વે કહ્યા તે. ૨૩ આગતિ દ્વારા તે ચાર ગતિમાંથી આવે ૧ નારકીની
ગતિમાંથી, ૨ તિર્યંચની ગતિમાંથી, ૩ મનુષ્યની
ગતિમાંથી, ૪ દેવની ગતિમાંથી. ૨૪ ગતિ દ્વાર. પાંચ ગતિમાં જાય તે ૧ નારકીની
ગતિમાં, ૨ તિર્યંચની ગતિમાં, ૩ મનુષ્યની ગતિમાં,
૪ દેવની ગતિમાં, ૫ સિદ્ધની ગતિમાં. નારકીનો ૧ તથા દેવના ૧૩ દંડક = ૧૪ દંડક સાથે ૧ શરીર દ્વાર.
નારકમાં શરીર ત્રણ ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ.
દેવમાં શરીર ત્રણ ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ. ૨ અવગાહના દ્વાર.
નારકીની અવગાહના પહેલી નરકે, અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ પોણાઆઠ ધનુષ્ય ને છ આંગુલની છે; ૧. બીજી નરકે, અવગાહના જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ સાડાપંદર ધનુષ્ય ને બાર આંગુલની છે; ૨.
૧