________________
૯૮
૧
૨
૬
૫.
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સમચતુરંસ્ત્ર. તે પગથી તે માથાસુધી શોભાયમાન હોય તેને સમગ્રુતöસ્ત્ર સંસ્થાન કહિયે. ૧
ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન. તે કેડથી તે માથાસુધી શોભાયમાન હોય તેને ન્યગ્રોધપરિમડંલ સંસ્થાન કહિયે. ૨.
સાદિ સંસ્થાન. તે પગથી કેડ સુધી શોભાયમાન હોય તેને સાદિ સંસ્થાન કહિયે. ૩ .
વામન સંસ્થાન. તે ઠીંગણું સંસ્થાન હોય તેને વામન સંસ્થાન કહિયે.૪
કુબ્જ સંસ્થાન. તે પગ, હાથ, મસ્તક, ગ્રીવા ઓછાં અધિક હોય, બીજા શેષ અવયવ સુંદર હોય તેને કુબ્જ સંસ્થાન કહિયે. ૫.
હૂંડ સંસ્થાન. તે રૂઢ, મૂઢ, મૃગાપુત્ર લોઢવાની પેરે હોય તેને હૂંડ સંસ્થાન કહિયે.
કષાય દ્વાર. કષાય ચાર. તે ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ
૬. સંજ્ઞા દ્વાર. સંજ્ઞા ચાર ૧ આહાર સંજ્ઞા. ૨. ભય સંજ્ઞા, ૩ મૈથુન સંશા. ૪ પરિગ્રહ સંશા
લેશ્યા દ્વાર. લેશ્યા છ. ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ લેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો લેશ્યા, પ પદ્મ લેશ્યા, ૬ શુકલ લેશ્યા.
८ ઇંદ્રિય દ્વાર. ઇંદ્રિય પાંચ. ૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુઇંદ્રિય ૩ ઘ્રાણેંદ્રિય, ૪ ૨સેંદ્રિય, ૫ સ્પર્શેદ્રિય.