________________
ચોવીશ દંડક . ૩ સંહનન દ્વાર (સંઘયણ દ્વાર) સંઘયણ છ. ૧ વજ
રૂષભનારાચ સંઘયણ, ૨ રૂષભ નારાચ સંઘયણ, ૩ નારાચ સંઘયણ, ૪ અર્ધનારા સંઘયણ, ૫ કીલિકા સંઘયણ, ૬ સેવાર્ત સંઘયણ. વજઋષભનારાચ સંઘયણ તે વજ કહેતાં ખીલી, રૂષભ કહેતાં પાટો વીંટવાનો. નારાચ કહેતાં બે પડખે મર્કટ બંધ, સંવનન (સંઘયણ) કહેતાં હાડકાંનો સંચય. (જેને વિષે બે હાડકાંઓને બે પડખેથી મર્કટ બંધ કરીને બાંધ્યા.) અને પાટા જેવા હાડકાંએ કરી વીંટયા, તે ત્રણે હાડકાંને ભેદનારૂં વજ કીલક નામનું હાડકું છે. તેણે કરીને સજ્જડ કર્યું તે વજરૂષભનારા સંઘયણ. ઋષભનારાચ સંઘયણ. તે ઉપર પ્રમાણે પણ ફક્ત
વજ કહેતાં ખીલી નહિ. ૩ નારાચ સંઘયણ. તે બે પડખે મર્કટબંધ હોય તે.
અર્ધનારાચ સંઘયણ. તે એક પડખે મર્કટબંધ ને બીજે પડખે ખીલી હોય તે. કાલિકા સંઘયણ. તે બે હાડકાંની સાંધી ઉપર ખીલી મારેલી હોય તે. સેવાર્ત (છેવટ્ટ) સંઘયણ, તે હાડકે હાડકાં અડીને રહેલ હોય તે. ઇતિ સંઘયણ દ્વાર સંપૂર્ણ સંસ્થાનદ્વાર. સંસ્થાન છે. ૧ સમચતુસ્ત્ર સંસ્થાન, ૨ ન્યગ્રોધ (નિગોહ) પરિમંડલ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ વામન સંસ્થાન, ૫ કુન્જ સંસ્થાન, ૬ હૂંડ સંસ્થાન.
જ
દ
ન
જ
* શરીરનો બાંધો, હાડકાંની મજબૂતાઈ