________________
૯૬
૪
૫
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
સ્વામીને પ્રશ્ન પૂછવા જાય. પ્રશ્ન પૂછી આવ્યા પછી આલોયણા લે તો આરાધક ને આલોયણા ન લે તો વિરાધક કહેવાય. તેને આહારક શરીર કહિયે.
તેજસ્ શરીર. તે આહાર કરીને આહાર પચાવે તેને તેજસ્ શરીર કહિયે.
કાર્મણ શરીર. તે જીવના પ્રદેશને કર્મના પુદ્ગલ ભેગા છે તેને કાર્મણ શરીર કહિયે. એ શરીર દ્વાર સંપૂર્ણ,
"અવગાહના (ઉંચાઈ) દ્વાર. સમુચ્ચય જીવમાં
અવગાહના, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી, ઔદારિક શરીરની અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર જોજન ઝાઝેરી - વનસ્પતિ આશ્રી. વૈક્રિય શરીરની અવગાહનાની વિગત. ભવધારણી વૈક્રિયની જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ઉત્તર : વૈક્રિયની જધન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગની (વાયુકાય અપેક્ષાએ) ઉત્કૃષ્ટ લાખ જોજન ઝાઝેરી
*
આહારક શરીરની અવગાહના જઘન્ય મૂંઢા હાથની, ઉત્કૃષ્ટ એક હાથની.
તેજસ્ કાર્યણની અવગાહના જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ચૌદ રાજ લોક પ્રમાણે તથા પોતપોતાના શરીર પ્રમાણે. એ અવગાહના દ્વાર સંપૂર્ણ.
અવસર્પિણી
કાળનાં પાંચમા આરાના ૧૦,૫૦૦ વર્ષ પછીના મનુષ્યનાં આંગુલનું માપ તે ઉત્સેઘ આંગુલ. દરેક અવગાહના આ આંગુલથી જ સમજવી.