________________
૯૫
ચોવીશ દંડક
(૬) ચોવીશ દંડક. (લઘુદંડક) | ચોવીશ દંડકશ્રીજીવાભિગમસૂત્રપ્રતિપત્તિ ૧મધ્યે છે તેની ગાથા. ૧ ૨ ૩ ૪ ૫ ૬ સરીરો વાહણે સંઘયણું, સંઠાણે કસાયતહહુતિ સન્નાઓ; ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ લેસિ દિય સમુગ્ધાએ, સન્નિવેદેય પક્ઝતિ .. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ દિક્કિ દંસણ નાણઅનાણે ગુવઓગે તહા કિનાહારે; ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ઉવવાયઠિઈ સમુહાયે. ચવણ ગઈ આગઈ ચેવ. નેરા
સમુચ્ચય ચોવીશ દ્વાર. ૧. શરીર દ્વાર : શરીર પાંચ, ૧ ઔદારિક શરીર, ૨ વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ્ શરીર; એ કાર્મણ શરીર; તેનાં લક્ષણ કહે છે. ૧ ઔદારિક શરીર, તે સડી જાય, પડી જાય, વિણસી.
જાય, કોહી જાય, બગડી જાય; મુવા પછી કલેવર પડી રહે તેને ઔદારિક શરીર કહીએ. ૧. વૈક્રિય શરીર, તે સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મુવા પછી કલેવર વિસરાલ થાય, તેને વૈક્રિય શરીર કહિયે. ૨ (કપુરનીગોટી માફક) આહારક શરીર. તે ચૌદ પૂર્વના ભણનાર લબ્ધિ ધારી સાધુ હોય, તેમને શંકા પડે, ત્યારે એક હાથની કાયા કરીને; મહાવિદેહ ક્ષેત્રમાં, શ્રી સીમંધર
૨