________________
૯૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૧૨. મનુષ્ય ગર્ભજના નીકળેલ, એક સમયે, જઘન્ય એક
સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૧૩. મનુષ્યાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. ૧૪. વાણવ્યંતરના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૧૫. વાણવ્યંતરની દેવીના નીકળેલ એક સમયે, જઘન્ય
એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ પાંચ સિદ્ધ થાય. ૧૬. જ્યોતિષીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૧૭. જ્યોતિષીની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય
એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ વિશ સિદ્ધ થાય. ૧૮. વૈમાનિકના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ
થાય. ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. (કિલ્વિષી સિવાય) ૧૯. વૈમાનિકની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય
એક સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ વીસ સિદ્ધ થાય. ૨૦. સ્વલિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય. ૨૧. અન્યલિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. ૨૨. ગૃહસ્થ-લિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૨૩. સ્ત્રીલિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય;
ઉત્કૃષ્ટ વિશ સિદ્ધ થાય. '