________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
અઠ્ઠાવીશમે બોલે – સમકિત પાંચ. ઉપશમસમતિ, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, સાસ્વાદાન સમકિત, વેદક સમકિત. ઓગણત્રીશમે બોલે - રસનવ, શૃંગારરસ, વીરરસ, કરુણારસ હાસ્યરસ, રૌદ્રરસ, રૌદ્રરસ, ભયાનકરસ, અદ્ભુતરસ, બિભત્સરસ, શાંત રસ,
८८
ભાવના બાર.
ત્રીશમે બોલે અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એકત્વભાવના, અન્યત્વભાવના, અશુચિભાવના, આશ્રવભાવના, સંવરભાવના, નિર્જરાભાવના, લોકસ્વરૂપ ભાવના, બોધિભાવના, ધર્મભાવના.
:
એકત્રીશમે બોલે - અનુયોગ ચાર છે : દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ. બત્રીશમે બોલે – દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ, ધર્મતત્ત્વ. એ ત્રણ તત્ત્વ. તેત્રીશમે બોલે સમવાય પાંચઃ કાળ, સ્વભાવ, નિયત, પૂર્વકૃત (કર્મ), પુરૂષાકાર (ઉદ્યમ).
ચોત્રીશમે બોલે પાંખડીના ત્રણસેત્રેસઠ ભેદઃ ક્રિયા વાદીના ૧૮૦:, અક્રિયાવાદીના ૮૪, વિનયવાદીના ૩૨, અજ્ઞાનવાદીના ૬૭.
પાંત્રીશમે બોલે શ્રાવકના ગુણ એકવીશ ૧ અક્ષુદ્ર, ૨ યશવંત, ૩ સૌમ્ય પ્રકૃતિવાળો, ૪ લોકપ્રિય, ૫ અક્રુર, ૬ પાપભીરૂ, ૭ શ્રદ્ધાવંત ૮. ચતુરાઈયુક્ત, ૯ લજ્જાવાન, ૧૦ દયાવંત, ૧૧. માધ્યસ્થ દૃષ્ટિ, ૧૨. ગંભીર, ૧૩. ગુણાનુરાગી, ૧૪ ધર્મોપદેશ કરનાર, ૧૫. ન્યાયપક્ષી, ૧૬ શુદ્ધ વિચારક, ૧૭ મર્યાદાયુકત વ્યવહાર કરનાર ૧૮ વિનયશીલ, ૧૯. કૃતજ્ઞ ૨૦ પરોપકારી ૨૧ સત્કાર્યમાં સદા સાવધાન.
ઇતિ શ્રી પાંત્રીશ બોલ
–
-
-
* અક્ષુદ્ર – તુચ્છવૃત્તિ નહીં તે