SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ પાંત્રીશ બોલ આંક એક તેત્રીશનો, એટલે ત્રણ કરણ ને ત્રણ યોગે કરી નવ કોટીએ પ્રત્યાખ્યાન કરે. તેનો ભાંગો એક તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, કરતાં પ્રત્યે અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એ ૪૯ ભાંગા સંપૂર્ણ. - ત્રેવીશમે બોલે - સાધુના પાંચમહાવ્રત. તેના ભાંગા રપર (ઠા.૫ સૂ.૩૮૯, દશવૈ. અ૪) પૃથ્વી, અપ, તેલ, વાલ, વનસ્પતિ કાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ નવની નવકોટિએ દયા તે ૯ X ૯ = ૮૧ પ્રથમ મહાવ્રતનાં ભાંગા. ક્રોધ, લોભ, ભયે, હાસ્ય, મૃષાવાદ નવ કોટિએ ન બોલે તે ૪૪ ૯ = ૩૬ બીજા મહાવ્રતનાં ભાંગા. અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થૂલ, સચેત, અચેત એ ૬ અદત્તાદાન નવ કોટિએ તે ૯ ૪ ૬ = ૫૪ ત્રીજા મહાવ્રતનાં ભાંગા. દેવતા, મનુષ્ય, તિર્યંચ સાથે નવ કોટિએ મૈથુન ન સેવે તે ૩ ૪ ૯ = ૨૭ ચોથા વ્રતનાં ભાંગા. અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થલ, સચેત, અચેત એ ૬ પ્રકારે પરિગ્રહ નવકોટિએ ન રાખે તે ૬ X ૯ = ૫૪ તે પાંચમા મહાવ્રતનાં ભાંગા. (મન, વચન, કાયાએ કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં તે ૯ કોટિ) તે કુલ મળીને ૮૧ + ૩૬ + ૫૪ + ૨૭ + ૫૪ = ૨૫૨. ચોવીશમે બોલે – પ્રમાણ ચાર. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન. પચીશમે બોલે - ચારિત્ર પાંચ. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર (ઠા.૫ સૂ.૪૨૮૭ અનુયોગદ્વાર) (ઠા.પ.સૂ.૪૨૮૭, અનુયોગદ્વાર) યથાખ્યાત ચારિત્ર. છવીશમે બોલે - સાત નય - નૈગમનય, સંગ્રહનય, વ્યવ હારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવંભૂતનય. સત્તાવીશમે બોલે - નિક્ષેપા ચાર. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ, ભાવનિક્ષેપ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy