________________
૮૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તેના ભાંગા નવ તે, ૧ કરું નહિ, કરાવું નહિ, મને કરી, વચને કરી; ૨ કરૂં નહિ, કરાવું નહિ, મને કરી, કાયાએ કરી; ૩ કરૂં નહિ, કરાવું નહિ, વચને કરી, કાયાએ કરી; ૪ કરું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી; ૫ કરૂં નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી; ૬ કરૂં નહિ, અનુમોટું નહિ, વચને કરી, કાયાએ કરી; ૭ કરાવું નહિ, અનુમોદુ નહિ, મને કરી, વચને કરી; ૮ કરાવું નહિ, અનુમોદુ નહિ, મને કરી, કાયાએ કરી; ૯ કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એ ૩૯ ભાંગા થયા. -
આંક એક તેવીસનો એટલે બે કરણ, ને ત્રણ યોગે કરી, છે કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી; ૨ કરૂં નહિ, અનુમોદું નહિ મને, વચને ને કાયાએ કરી; ૩ કરાવું નહિ, અનુમોદું નહિ, મને, વચને ને કાયાએ કરી. એવં ૪૨ ભાંગા.
આંક એક એકત્રીશનો, એટલે ત્રણ કરણ ને એક યોગે કરી ત્રણ કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાંગા ત્રણ તે, ૧ કરું નહિ, કરાવું નહિ, અનુમોટું નહિ, મને કરી; ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી; ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. એવું ૪૫ ભાંગા.
આંક એક બત્રીશનો, એટલે ત્રણ કરણ ને બે યોગ કરી, છ કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાંગા ત્રણ, ૧ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોટું નહિ, મને કરી, વચને કરી; ૨ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોટું નહિ, મને કરી, કાયાએ કરી; ૩ કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એવું ૪૮ ભાંગા.