________________
પાંત્રીશ બોલ
૮૫ આંક એક બારનો, એટલે એક કરણ ને બે યોગે કરી બે કોટીએ પ્રત્યાખ્યાન કરે. - તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી; ૨ કરૂં નહિ મને કરી, કાયાએ કરી; ૩ કરૂં નહિ વચને કરી; કાયાએ કરી; ૪ કરાવું નહિ, મને કરી, વચને કરી; પ કરાવું નહિ મને કરી, કાયાએ કરી; ૬ કરાવું નહિ વચને કરી, કાયાએ કરી; ૭ કરતાંને અનુમોદું નહિ મને કરી, વચને કરી; ૮ કરતાને અનુમોદું નહિ મને કરી, કાયાએ કરી; ૯ કરતાંને અનુમોટું નહિ, વચને કરી, કાયાએ કરી; એવં ૧૮ ભાંગા.
આંક એક તેરનો, એટલે એક કરણ ને ત્રણ યોગે કરી, “ ત્રણ કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાંગા ત્રણ તે, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી. ૨ કરાવું નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી; ૩ કરતાં પ્રત્યે અનુમોટું નહિ, મન, વચને, ને કાયાએ કરી. એવં ૨૧ ભાંગા.
આંક એક એકવીસનો, એટલે બે કરણ ને એક યોગે કરી, બે કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ, કરાવું નહિ, મને કરી; ૨ કરૂં નહિ, કરાવું નહિ, વચને કરી; ૩ કરું નહિ, કરાવું નહિ, કાયાએ કરી; ૪ કરૂં નહિ, અનુમોદું નહિ, મને કરી; ૫ કરૂં નહિ અનમોદું નહિ, વચને કરી; ૬ કરૂં નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી; ૭ કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી; ૮ કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી; ૯ કરાવું નહિ,અનુમો નહિ, કાયાએ કરી. એવું ૩૦ ભાંગા.
આંક એક બાવીસનો એટલે બેકરણ, ને બે યોગે કરી ચાર કોટીએ પ્રત્યાખ્યાન કરે.