________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણ સહાય. પાંચ બોલ અધર્માસ્તિકાયના દ્રવ્ય થકી એક, ક્ષેત્રથકી લોક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિરસહાય. પાંચ બોલ આકાશાસ્તિકાયના; દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ભાજનગુણ (અવકાશ). પાંચ બોલ કાળના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી વર્તવાનો ગુણ. પાંચ બોલ પુદ્ગલના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી લોક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી રૂપી, ગુણથકી ગળે ન મળે. પાંચ બોલ જીવના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી આદિ અંતરહિત, ભાવથકી અરૂપી, ગુણથકી ચૈતન્ય ગુણ. (ઠા.૫ સૂ.૪૪૧) (ભગ.શ.૨, ઉ.૧૦) (ઉત્ત.અ.૨૮)
એકવીશમે બોલ - રાશિ બે. જીવરાશિ, અજીવરાશિ. (ઠા.૨ .૪, સમ.૨,ઉત્ત.અ.૩૬)
બાવીશમે બોલે - શ્રાવકના વ્રત બાર. તેના ભાંગા ૪૯ તેની વિગત. (ઉપાસક દશાંગ-૧, હરિભદ્રી આવશ્યક અ.૧) (ભગ.શ.૮, ૩.૫)
આંક એક અગીયારનો, એટલે એક કરણ ને એક યોગે કરી એક કોટીએ પ્રત્યાખ્યાન કરે.
તેના ભાગા નવ તે, અમુક દોષકારી સ્થાનક - જેના પ્રત્યાખ્યાન કરું છું તે, ૧ કરૂં નહિ મને કરી, ૨ કરૂં નહિ વચને કરી, ૩ કરૂં નહિ કાયાએ કરી, ૪ કરાવું નહિ મને કરી, ૫ કરાવું નહિ વચને કરી, ૬ કરાવું નહિ કાયાએ કરી, ૭ કરતાંને અનુમો નહિ મને કરી, ૮ કરતાંને અનુમોદું નહિ વચને કરી, ૯ કરતાંને અનુમોટું નહિ કાયાએ કરી. એવં ૯ ભાં થયા.