________________
૮૩
પાંત્રીશ બોલ તે, (ઠા.૧૦ સૂ.૭૦૯, પ્રશ્નવ્યા.) બાર ભેદ નિર્જરાના, અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રતિસંલીનતા, પ્રાયશ્ચિત, વિનય વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન, કાઉસગ્ગ. (ભાગ.૨૫ અ.૭, ઉ.અ.૩૦) ચાર ભેદ બંધના; પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. (ઠા.૪ સૂ.૨૯૬) ચાર ભેદ મોક્ષના; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, (ઉત્ત.અ.૨૮) એમ ૧૧૫ બોલ થયા. (ઠણાંગ ૯, સૂ. ૬૬૫).
પંદરમે બોલે - આત્મા આઠ પ્રકારના છેઃ દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વિર્યાત્મા. (ભગ.શ.૧૨ ઉ.૧૦).
સોળમે બોલે - દંડક ચોવીશ છે. સાત નરકનો એક દંડક, દશ ભવનપતિના, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, નિતકુમાર, પાંચ સ્થાવરના, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલૈંદ્રિયના, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌદ્રિય, એકતિર્યંચ પંચેંદ્રિયનો; એક મનુષ્યનો, એક વાણવ્યંતર દેવતાનો, એક જ્યોતિષી દેવતાનો, એક વૈમાનિક દેવતાનો; એમ ચોવીશ દંડક થયા. (ઠા.૧ સૂ.૫૧, ભગ.શ.૨૪)
સત્તરમે બોલે – લેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપૂત, તેજુ, પદ્મ, શુકલ.(પન્ન.પદ ૧૭, ઉત્ત.અ.૩૪)
અઢારમે બોલે - દૃષ્ટિ ત્રણ. મિથ્યાત્વ દૃષ્ટિ, સમામિથ્યાત્વ દૃષ્ટિ, સમ્યગદષ્ટિ. (ઠા.૩ સૂ.૧૪૮, પન્ન. પદ ૧૯)
ઓગણીસમે બોલે - ધ્યાન ચાર. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. (ભગ.શ.૨૫ ઉ.૭, ઠા.૪ સૂ.૨૪૭, સમ.૪)
વીશમે બોલે - છ દ્રવ્યના ત્રીશ બોલ. તેમાં પાંચ બોલ ધર્માસ્તિકાયના; દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લોક પ્રમાણે, કાળ થકી