________________
૮૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ જિનમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૮ સાધુને કસાધુ કહે તે મિથ્યાત્વ, ૧૯ કુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ ૨૧ આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા કહે તે મિથ્યાત્વ ૨૧ આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા કહે તે મિથ્યાત્વ, ૨૨ અવિનય મિથ્યાત્વ, ૨૩ અક્રિયા મિથ્યાત્વ, ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫ અશાતના મિથ્યાત્વ. (ઠા.૧૦ સૂ.૭૩૪).
ચૌદમે બોલે - નવતત્ત્વના જાણપણાના ૧૧૫ બોલ. ચૌદ ભેદ જીવના. ૧ સૂક્ષ્મ એકેંદ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈદ્રિય, ૪ તેઈદ્રિય, પ ચૌરેંદ્રિય, ૬ અસંજ્ઞી પંચેન્દ્રિય ૭ સંજ્ઞી પંચેઢિય. તે દરેકના અપર્યાપ્ત ને પર્યાપ્તા. (સમ.૧૪, ભગ. શ.૨૫ ઉ.૧) ચૌદ ભેદ અજીવના, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ દરેકના સ્કંધ, દેશ, પ્રદેશ, એમ નવ, અને કાળ મળી દશભેદ અરૂપી અજીવના તથા પુદ્ગલાસ્તિકાય (રૂપી અજીવ) ના ચાર ભેદ. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. (ઉત્ત.અ.૩૬) નવ ભેદ પુણ્યનાં, અન્નપુરા, પાણપુ. લયણપુત્રે, શયનપુને, વન્દપુને, મનપુને, વચનપુને, કાયપુને, નમસ્કારપુત્રે એ (ઠાણાંગ ૯ સૂ. ૬૭૬) ૯. અઢાર ભેદ પાપના તે, અઢાર પાપસ્થાનક. (ગ.શ.૧ ૧.૯) વીશ ભેદ આશ્રવના મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, શ્રોતેંદ્રિય, ચક્ષુદ્રિય, ધ્રાણેદ્રિય, રસેંદ્રિય, સ્પર્શેન્દ્રિય એ પાંચને મોકળી મૂકવી તે, મન – વચન - કાયાને મોકળાં મૂકવાં તે. ભંડોપગરણની અયત્ન કરે તે; શુચિ કુસગ્ન કરે તે. (ઠા.૫ સૂ.૪૧૮, સમીપ) વીશ ભેદ સંવરનાઃ સમકિત, વ્રત પચ્ચકખાણ, અપ્રમાદ, અકષાય, શુભયોગ, જીવદયા, સત્યવચન, અદત્તાદાન ત્યાગ, મૈથુનત્યાગ, અપરિગ્રહ, એ દશ તથા પાંચ ઈદ્રિય ને ત્રણ જોગનું સંવરવું તે. ભંડ ઉપકરણ ઉપધિ યત્નાએ લીએ મૂકે તે, શુચિ કુસગ્ન ન કરે