SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કરતાં અસંખ્યાતગુણ નિરાવાળા હેય. જે વખત સુધર્માસ્વામીજીને અનંતાનુબંધી ભેદાયા, દર્શનમોહનીય ભેદાઈ જે વખતે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ તે વખતે તે કેટલા આનંદમાં હોવા જોઈએ? સમકૃત્વની ઉત્પત્તિ વખત આનંદ અક્શનીય છે. સમ્યકત્વ પામતી વખત આત્માને જે આનંદ થાય તે માનંદ અકથનીય અને અવા છે. જેને કોઈ પણ પ્રકારે વચનઠારાએ વર્ણન કરી શકીએ નહિ. દરદ જવાથી થયેલી શાંતિ એ દરદની તરફ કડવી નજર કરાયા વિના રહે નહિ. આ શાંતિ ભાંગી કે હતી? દરદે, તેમ આનંદને પામવા વાળાને મિથ્યાત્વની જે પીડા તેના ઉપર કટુ નજર વિના હેય નહિ. જ્યારે આ વાતને ખ્યાલ કરીશું ત્યારે સમ્યકત્વ પામ્યા પછી ભૂતકાળના દોષનું પડિક્કમણ, નિંદન ગહણ કરવું જ પડે એમ લાગશે. અતીતકાળનું જે મિથ્યાત્વ, મિથ્યાત્વની વખત ભયંકર મહેતું લાગ્યું કે અત્યારે ભયંકર લાગે છે. મિથ્યાત્વની દશા વખતે ભયંકર લાગ્યું હોત તો મિથ્યાત્વ રહેત નહિ. બાળકની ચાલ સમજુ થાય ત્યારે વંચા. નાનપણની ક્રિયાનો ફેટ લઇ તે મોટો થાય તે વખતે બતાવે તો વિચારે કહ્યું ન કરે. તેની આંખોને વિચારે દેખીએ તે કયી દશામાં હેય? જગતના જ જાણતા હતા કે બાળકે એવા હેય, બાળકોને કઈ ધિક્કાર આપતું ન હતું પણ એ મોટે થાય ત્યારે વિચારે કે અરર ! મારી આ દશા ! જગતના જીવો મિથ્યાત્વીને ધિક્કાર ન આપે. સમકિતી છે ધિક્કારની નજર ન કરે. જેમ સમજુ મનુષ્યો બાળકની લીંટ મેઢામાં જાય તે ઘણાની નજરે જોતા નથી. બાળદશાને સમજવાવાળા બાળકના વર્તન તરફ તિરસ્કાર દેખાડતા નથી. જે સમજુ મનુષ્ય તિરસ્કાર દેખાડે છે તે બાળક જેવા છે, સમજુ થયા નથી. સમજુ થયા હતા તે બાળકની દશા સમજવી જોઈતી હતી. દશા સમજે તે ખેદ થાય નહિ. કૂતરું ભસે ત્યારે તેના તરફ ધિક્કારની નજર થતી નથી, ભસવું એ કૂતરાને સ્વભાવ સમજે છે. સમજુ બાળકની દશાને સ્વભાવ સમજે છે માટે બાળચેષ્ટા તરફ ધિક્કાર હેત નથી,
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy