SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] સ્થાનાગસૂત્ર [ વ્યાખ્યાન બીજા ભવમાં ભેગવવાતું નથી. સજાતીયમાં પણ ભેગવવાતું નથી. દેવતા મરીને મનુષ્ય, તિર્યંચ થાય. મનુષ્યનું આયુષ્યદેવતામાં કામ ન લાગે એ તે સમજી શકાય તેમ છે. જાતિ જુદી છે પણ સરખી જાતિમાં પણ આયુષ્ય કામ લાગતું નથી. મનુષ્ય મરીને મનુષ્ય થવાને હોય, તિય ચ મરીને તિય ચ થવાને હય, નારકી મારીને નારકી થાય નહિ. મનુષ્ય, તિર્યંચમાં સરખી જાતિમાં ઉત્પત્તિ છે. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે પણ આયુષ્ય એક જ ભવમાં કામ લાગે છે. હાથી મરીને હાથી થવાને હેય, તે પણ આ ભવનું હાથીનું આયુષ્ય આવતા ભવમાં કામ લાગતું નથી. આઠ કર્મની અંદર આયુષ્ય વિનાના સાતે કર્મ સાધારણ તે અહીં ભગવાયાં તો ભગવાયાં, નહિ તે આવતા ભવમાં ભગવાય. આયુષ્ય સિવાયના કર્મો તે અમર વેદનીય કર્મ સહિયારું. આ ભવ છૂટ એટલે વેદનીય કર્મ છૂટી જવાનું નથી. મોત થવાથી વેદતીયકર્મ કે નામકર્માદિ કર્મ મોતની સાથે મરવાવાળાં નથી. તેની સાથે મરવાવાળું કેવળ આયુષ્યકમ છે. બાકીના કર્મો તો અમર. જ્ઞાનાવરણીય અમર. દર્શનાવરણીય મર્યું? નહિ. એ તે આગળ તૈયાર. જ્ઞાનાવરણીય વગેરે સાત કમ મતની સાથે મરવાવાળાં નથી, પણ આયુષ્ય મતની સાથે મરવાવાળું છે. આયુષ્ય છતાં કોઈ પણ મરતા નથી, આયુષ્ય ન હોય તે કે જીવતે રહેતા નથી. આ સિદ્ધાંત માને તો હિંસા જેવી ચીજ દુનિયામાં ન રહી. કોઈનો જીવ મારે એટલે હિંસા, એનાં કર્મ હોય ત્યાં સુધી નાશ કરનારો નાશ કરી શકવાને નથી. મારવું, બચાવવું બીજાને સ્વાધીન નથી, તે પછી મારવાની, બચાવવાની વાત કરવી તે જગતને ઊંધા પાટા બંધાવવાના છે. હિસા-અહિંસા રહેવાની નથી. આવું કહેવાવાળાએ વિચાર કરવાનું કે આયુષ્ય છતાં કોઈ મરે નહિ અને આયુષ્ય ન હોય તે કોઈ જીવે નહિ. આ બે પોઈન્ટ કેબલ.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy