SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જેની પાસે હોય તેને આશ્રય મેળવ. સમ્યગ્દર્શન વગેરેવાળાને આશરો મેળવે. વિદ્યાથીથી ગુની ભક્તિ કરાય. કીમિયાના અથથી કીમિયાવાળાની ભકિત કરાય, તેમ સમ્યગ્દર્શનના અર્થીએ સમ્યગ્દર્શનવાળાની ભકિત કરવી. આ પહેલો ભેદ (૧). ભક્તિમાં તેની તરફ બહુમાન. તે દેખતાની સાથે હૃદયમાં ઉલ્લાસ, અભ્યસ્થાન, નમસ્કાર, હાથ જોડીને હાજર રહેવું. જાય ત્યારે વળાવવા જવું એટલું જ નહિ પણ જ્યારે ધન વગેરે લેવા માટે મનુષ્યો સેવામાં હાજર રહે છે, તે સેવા નેકરિયાત જેવી હોતી નથી. એ સેવા તહી તુહીના જેવી છે. કાળજાને કેતરી નાખે એવી સેવા હોય છે. તર જા ” સમ્યગ્દર્શન વગેરેને ધારણ કરનારાનું જે કાર્ય તે પોતાના કાર્ય તરીકે કરવું. સમ્યગ્દર્શન વગેરેવાળાની ભક્તિ, તેમની વેયાવચ્ચ, તેમનું કાર્ય તમામ પોતે કરવું. આ કરવા છતાં સંસારના પદાર્થો તરફ ઘણુ, આ ક્યાં વળગ્યું છે એમ લાગે, કેમ છૂટતું નથી એમ જાગે ત્યારે ભાવ, દાન, શીલ વગેરેમાં ભાવધર્મ કહીએ છીએ તે ભાવધર્મ આ છે. જ્યારે આ ભાવનું સ્વરૂપ સમજશે ત્યારે દાન, શીલ, તપ કરતાં ભાવને ચઢિયાતો કેમ કહેવાય છે તે સમજાશે. ભાવથ ક્રિયા ફળે નહિ રત્નત્રયધરની ભક્તિ, તેનું કાર્ય, રત્નત્રયધર સિવાયના આખા જગત તરફ ઘણા તેનું નામ ધર્મ. ક્રિયાને અંગે ભાવ કહીએ તે શી ચીજ ધાર્મિક ક્રિી નવકાર ગણીએ એટલી, એક બાજુ ચૌદ પૂર્વધર થઈએ. એક નવકારશી કરીએ, યાવત છ માસની તપસ્યા કરીએ, છતાં ભાવશૂન્ય ક્રિયાઓ ફળતી નથી. ક્રિયાની સાથે લેવા ભાવ કયો કે જે ભાવ ક્રિયામાંથી ધર્મને ઉત્પન્ન કરે ? આગળ જણાવીશું તે ભાવ ન હોય તે ક્રિયાથી ધર્મ થવાની તાકાત આવે નહિ. એ બે તે ગુણના કેળ " यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ।" ( જારથાપ્રો. ૨૮)
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy