SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન માનતા નથી. કારણ કે ચરિત્ર આ જિંદગીને છેડે પૂરું થાય છે. મોહક્ષયરૂપ જે ચરિત્ર તે તે સિદ્ધપણુમાં પણ છે. શંકા–જ્યારે સમ્યક્યારિત્ર આ ભવનું છે તે પછી ભવોભવ સાથે આવનાર છે એમ કેમ કહ્યું? સમાધાન–આવું કહેનારે બારીક દષ્ટિથી જોવું જોઈએ. ચારિત્ર બે પ્રકારની પ્રતિજ્ઞારૂપ ચારિત્ર અને ૨-મોદક્ષયરૂપ. મોહક્ષયરૂપ જે ચારિત્ર તે તો આગળ સિદ્ધપણામાં પણ છે. સિદ્ધપણુમાં પ્રતિજ્ઞારૂપ ચારિત્ર નથી. સિદ્ધદશા થાય ત્યારે તે આત્માની સ્થિર પરિણતિરૂપ ચારિત્ર રહે, પણ જેઓ સિદ્ધ ન થાય, તેઓને આ ભવમાં આચરેલું ચારિત્ર આ ભવમાં નાશ પામ્યું. તેનું આગળ શું? સટ્ટો ખેલ્યો. વેપારમાં મર્યાદાસર આવવું જવું થાય. સટ્ટામાં મર્યાદાસર આવવું જવું થતું નથી. ચારિત્રિથી સિદ્ધપણું મેળવ્યું તે મેળવ્યું, નહિ તે ચરિત્ર તો ચાલ્યું જવાનું. સામાયિક વગેરે પાંચ ચારિત્રોમાંનું એકકે અપ્રતિપાતી નથી, બધાં પ્રતિપાતી છે. આ ભવમાં ન પડે, તો ભવને છેડે પણ પડ. વાનાં. ચારિત્ર લીધા પછી તે ભવે મોક્ષ થઈ ગયો તે ફળ આવી. ગયું. મેક્ષ ન થયે તે તે ચારિત્ર ટકવાનું નહિ. જે વખતે મોક્ષ થશે તે વખતે નવું ચરિત્ર. જંબુસ્વામીજીને આત્મા ચારિત્રમાં કેટલો રંગાયેલો હશે !' સંકા-જો તેમ છે તે ચારિત્ર ધન પેઠે આ ભવ પૂરતું થઈ ગયું? સમાધાન-નહિ. ચારિત્રે કરેલે આત્મામાં મોહનીય ક્ષપશમ તેનું કાર્ય બીજે ઠેકાણે કર્યા સિવાય રહેતો નથી. માત્ર મર્ભદશા, બાળદશામાં પ્રતિજ્ઞારૂપ ચારિત્ર આવી શકતું નથી. સંસ્કારને પ્રભાવ ભવાંતરે પણ ચાલવાવાળો છે. ચારિત્રને સંસ્કાર થયેલ હોય તો તે કેટલું કામ કરે તે જ ખૂણવામીજીના દૃષ્ટાંતથી જાણી. શકીએ છીએ. ચાગ્નિ ઉપર જંબુસ્વામીનું દષ્ટાંત [ ]. જે વૈરાગ્યવાસના થાય છે તે ચાહે તેટલા ઝપાટા આવે છે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy