________________
૧૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૃષાવાદ નથી. વાકયમાં વિભક્તિ, વચન લગાડ્યા વગર બોલીએ તે ખોટું. જ્ઞાનને વિર્યાય હેય તે મૃષાવાદ. વિપર્યાલ નથી તે મૃષાવાદ નથી. મૃષાવાદ વ્યવહાર ઉપર ધારણ રાખે છે. મૃષાવાદ જ્ઞાનના વિકારને કરનાર છે, માટે મૃષાવાદ પાપ ગયું.
જેમ તેના ત્યાગને વ્રત ગયું તેમ પાંચે મહાવતેમાં સમજવાની જરૂર છે. તે સમજાશે ત્યારે પાંચ મહાવ્રત સમજાશે.
વ્યાખ્યાન : ૩૬
ભાવશૂન્ય ક્રિયા ફળવાન ન નીવડે ગણધર મહારાજા શ્રીમાન સુધમસ્વિામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા ગણધર પદવીને પામ્યા તે વખતે પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ભાવશૂન્ય ક્રિયા ફળવાન થતી નથી. જે ક્રિયાને ફળવાળી કરવી હોય તો ક્રિયા ભાવવાળી હોવી જોઈએ.
ભાવ એટલે શું ? “ ભાવને અર્થ એકલે ઉલ્લાસમાં નથી લેતા. શરીરના અભિનયમાં ચેષ્ટામાં ભાવને અર્થ નથી લેતા. બીજા મતવાળાએ ઉલ્લાસ, અભિનય, ચેષ્ટામાં લે છે. શંકા–ભાવ ચીજ કઈ સમાધાન-દાન, શીલ, તપ અને ભાવમાં જે ભાવધર્મ તરીકે વિવેચન આવ્યું છે. ભાવધર્મ કયી ચીજ છે? રત્નત્રયી–સમ્યગ્દર્શન વગેરે. એ જ સંસારસમુદ્રથી ઊતરવાને માટે જહાજ સમાન, દાવાનળને દૂર કરવા માટે પુષ્કરાવત’ મેઘ સમાન છે. એ ભાવના થાય અને જયારે આત્મા એને અથ થાય ત્યારે ભાવધર્મ.