SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન “રિયાણાયાથo' (નવ૨૨) એમ કહીને પાંચ વ્રત ગણાવ્યાં, તેથી આશ્રવ વખતે પાંચ. બંધ આશ્રવનો બેટ છે, બાપ નથી શંકા–આશ્રવ વખતે આશ્રવ ગણવા તૈયાર, બંધ વખતે બધાં ઉડાવી દીધાં, તેનું શું કારણ? આશ્રવમાં બાર અવિરતિ ન રાખી, બંધની જગો પર બાર અવિરતિનું નામ કહ્યું. બંધ આશ્રવને બેટે છે, બાપ નથી. બાપ આશ્રય છે. આશ્રવે કમ આવે તેને બંધ થાય. આશ્રવથી કમ ન આવે તે બંધ થાય નહિ. બાપને ઘેર પાંચ અવ્રત. બેટાને ઘેર બાર અવિરતિ. બાપને ઘેર મૂડી ન હતી તે વારસો બેટાને કયાંથી મળે ? કોઈ પણ કાળે અનાવમાં બંધ છે જ નહિ! આશ્રવ વગર બંધ નથી તે આશ્રવમાં પાંચ અવતને કેમ રાખ્યાં ? બધ વખતે બાર અવિરતિ ઊભી કરી. આશ્રવમાં પાંચ અવતો રાખ્યાં તે સંસી પચેંદ્રિયની અપેક્ષાએ. એકે કિયને બાર અવિરતિથી બંધ છે. એના આત્માને પ્રાપ્ત નથી થયા તેથી પ્રવર્યો નથી. મિયાજી મસાલા વગર રહ્યા છે. મર્યાદામાં નથી રહ્યા, સાધન નથી મળ્યું. બાર અવિરતિ એટલા માટે લગાડી કે મસાલા વગર મિયાંજી રહ્યા છે. જે બારે પ્રકારની બંધના કારણ તરીકે અવિરતિ રાખી છે તે હિંસાની અપેક્ષાએ. દુનિયાએ ધળો કહ્યો તેને પીળા કહીએ તો ખોટું તે વ્યવહાર. હિંસામાં વ્યવહારના પલટે પલટો નથી. મૃષાવાદમાં પલટે વ્યવહાર કરે તે નભે. વ્યવહારિક સત્યના ભેદ પડાયા છે. પારમાર્થિક સત્યની વ્યાખ્યા જુદી છે, તેથી સત્યની વ્યાખ્યા જુદારૂપે કરી છે. “અરમિયાનમકૃત” વિરાધનાવાળું વચન અમૃત એટલે, પાર- - માર્થિક અસત્ય. પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થાય ત્યારે સત્ય કે જૂઠની પણ ઉત્પત્તિ હિંસા સ્વભાવસિદ્ધ. હિંસા પર વ્યવહારની છાયા નથી, માટે પ્રથમ મહાવ્રત તરીકે તે જરૂરી છે. તેથી વિરતિ બંધ તરીકે લીધી.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy