SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસમું ] સ્થાનાંગસૂત્ર [૧૦૩ lity)માં રહ્યા હેય. તમે કાયદા ન જાણે પણ વકીલની સલાહથી ચાલે છે તે તમારી મિલકત સહીસલામત, કાયદાને જાણવાવાળા વકીલની માલમિલક્ત સહીતલામત છે, અને તમે કાયદો જાણતા નથી તેની માલમિલકત સહીસલામત નથી એવું નથી. બંનેની સહીસલામત છે. કાયદાથી કરવું તે વકીલ પાસે કરાવી લે. નેટિસ આપે તે વકીલ મારફત. કાયદા જાણનારની નિશ્રાએ ચાલનારે મનુષ્ય એ કાયદા જાણનારાની જેમ માલમિલકત સહીસલામત રાખી શકે છે. તેવી રીતે અગીતાર્થ, અજ્ઞાની પણ ગીતાર્થ અને જ્ઞાનીની નિબાએ રહે તે તેની માફક નિષ્કટક સંયમ પાળી શકે. અગીતાર્થને ફળ થાય પણ તે ગીતાર્થની નિશ્રાએ. આથી “પઢાં ના ” એ વાક્યને બાધ આવ્યું નહિ. ભલે ગીતાર્થમાં રહેલું જ્ઞાન હેય. ગીતાથેનો નિશ્રા જ્ઞાનને પહેલું લાવવાને અંગે છે. પોતે અજ્ઞાની છતાં જ્ઞાનીની નિશ્રામાં રહે તો તાનીના જેવું ફળ મેળવે. આથી પારકા આત્મામાં રહેલું જ્ઞાન અગીતાથને કામ લાગ્યું. સાંભળીને શ્રદ્ધા કરવાની સમકૂવ કયારે? તત્વાર્થની શ્રદ્ધા થાય ત્યારે. શ્રદ્ધા પિતાના જ્ઞાનથી કે પારકા જ્ઞાનથી? જિનેશ્વર મહારાજે કેવળજ્ઞાનથી છવાછવાદિ પદાર્થો જાણ્યા, તેનું નિરૂપણ કર્યું. આપણે તે સાંભળીને શ્રદ્ધા કરવાની. આત્માને સીધે સ્વભાવ નથી. પિતાનું જ્ઞાન એ પણ એમના જ્ઞાનને આધીન. પિતાનું સમ્યક્ત્વ એમના જ્ઞાનને આધીન. તીર્થકરોએ કેવલજ્ઞાનથી જણાવ્યું, આપણે જ્ઞાન મેળવ્યું અને સમકિતી ગણાયા. જે આપણે જાણવું એટલું જ માનવું હોય તે શું થાય? જીવને જાણે નહિ તેને જાણવાનો વખત નથી, શાને આધારે માનીએ છીએ! જીવની પરમગતિ મણની, તે શાને આધારે માનીએ છીએ ? પારકા જ્ઞાને માનીએ છીએ. ભગવાને કહ્યું છે તેથી જાણીએ છીએ. આપણું જ્ઞાનથી તેમનું જાણતા નથી.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy