________________
ધન ધન શ્રી અરિહંતને, જેણે ઓળખાવ્યો લેક; તે પ્રભુની પૂજા વિને, જન્મ ગુમાવ્યું ફેક. દ્રવ્ય ભાવથી અતિ ઘણે, હૈડે હરખ ન માય; ઈણ વિધ જિનવર પૂજતાં, શિવ સંપત સુખ થાય. શ્રી જિનેશ્વર પૂજન, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઈ જવા પામીયા, સ્વર્ગ મોક્ષનાં ધામ. સમકિતને અજુવાળવા, ઉત્તમ એહ ઉપાય; પૂજાથી તમે પ્રીછ, મનવાંછિત સુખ થાય. પૂજા કુગતિની અર્ગલા, પૂણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળ માળ, પૂજા કરતાં પ્રાણીયા, પોતે પૂજનિક થાય; આ ભવ પરભવ સુખ ઘણાં, તસ તોલે કેઈન આય. ભવદવ દહનને વારવા, જલદ ઘટા સમ મેહ; જિન પૂજા જુગતે કરે, પામીજે ભવ છે. પ્રભુ પૂજનકું હું ચ, કેશર ચંદન ઘનસાર; નવ અંગે પૂજા કરી, સફળ કરૂં અવતાર. આતમરૂપ નિહાલવા, જિનબિંબ અનુપ નિદાન; આતમ દરિશન આરી, પ્રતિમાજી ભગવાન. જિન પ્રતિમા જિન સારીખી, ભેદ નહિ લવલેશ; દર્શન પૂજા ભક્તિથી, ટાળે ભવભય કલેશ. જિન પ્રતિમા અવલંબને, તરીઆ જીવ અનેક; માટે પુષે પામી, દર્શન શુદ્ધ વિવેક