________________
- ૨૪૭
શ્રી અરિહંત ભકિત ગર્ભિત દુહાઓ. અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. સુતાં બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત દુઃખીયાના દુઃખ ભાંગશે, લેશે સુખ અનંત. આશ કરે અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ. નિત્ય પ્રભાતે ઉઠવું, રાખી મન ઉમંગ; ધરવું ધ્યાન વીતરાગનું, કરવું નિર્મળ અંગ. અગ્નિ કેરા બળ થકી, માખણનું ઘી થાય; અંતરવૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રગટાય. અહંકારને છોડીને, ભજે અરિહંત સાર; રાગ દ્વેષના ત્યાગથી, પામે મેક્ષનું દ્વારા તુજ વિણ ઈણ સંસારમાં, શરણું નહિ કેઈ સ્વામ; તુજ ચરણેથી પામીએ, અનંત સુખનું ધામ. જગ તારણ જગ વાલહે, તું જગ જય જયકાર; જે તુજ શરણે નિત્ય રહે, તે તરીયા સસાર. ત્રણ ભુવનમાં તુ વડે, તુમ સમ અવર ન કેય; ઈંદ્ર ચંદ્ર ચક્રી હરિ, તુજ પદ સેવે કેય. : પ્રભુ! હું . અરજી કરું, તું છે દીન દયાળ મુજ અધમને તારવા, કર કૃપા , કૃપાલ.