________________
૨૪૬
વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે; જ ઘાચારણ મુનિવરે વંદી, જિનપ્રતિમા મન રંગે રે.
શાન્તિ–૭ આર્ય સુહસ્તિ સૂરી ઉપદેશે, ચા સંપ્રતિ રાયા રે; સવાઝોડિ જિન બિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયા રે.
શાન્તિ–૮ મોકલી પ્રતિમા અભય કુમારે, દેખી આર્દ્ર કુમાર રે; જાતિ સ્મરણે સમક્તિ પામી, વરીઓ શીવ-સુખ સાર રે.
શાનિત–૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહે સુખકારી રે; સૂત્રતણે એક વર્ણ ઉત્થાપે, તે કહ્યું બહુલ સંસારી રે.
શાન્તિ–૧૦ તે માટે જિનઆણું ધારી, કુમતિ કદાગ્રહ વારી રે; ભક્તિ તણાં ફલ ઉત્તરાધ્યયન, બેધિ બીજ સુખકારી રે.
શાન્તિ–૧૧
એક ભવે દેય પદવી પામ્યા, સેલમાં શ્રી જિનરાયા રે, મુજ મન મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રે.
શાન્તિ–૧૨
જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે; જીવ વિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતા મંગળ માળા રે.
- શાન્તિ–૧૩