________________
શ્રી જિન પ્રતિમા સ્થાપન શ્રી શાન્તિનાથ ભગવાનનું સ્તવન શાન્તિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવ રસને કંદ રે, મુખને મટકે લેચન લટકે, મેહ્યા સુર નર વૃદ રે.
શાન્તિ–૧ મંજર દેખીને કેયલ ટહુકે, મેઘ ઘટા જેમ મરો રે; તેમ જિનપ્રતિમા, નિરખી હરખું, વળી જિમચંદ ચોરે.
શાન્તિ–૨ જિનપ્રતિમા જિનવરશી ભાખી, સૂત્ર ઘણાં છે સાખી સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે.
શાન્તિ–૩ રાયપણી પ્રતિમા પૂછ, સૂરિયાભ સમકિત ધારી રે; છવાભિગમે પ્રતિમા પૂજી, વિજય દેવ અધિકારી રે.
શાન્તિ–૪ જિનવર બિંબ વિના નવિ વંદું, આણંદજી એમ બેલે રે; સાતમે અંગે સમક્તિ મૂળે, અવર નહિ તસ તોલે રે.
જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવ સુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજ, કલ્પસૂત્ર માંહે રાગે છે.
શાન્તિ–૬ ૧. જિનવર-સરખી.