________________
જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કયા નિરધારી; નાગ નાગણ છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપગારી. ૩૫ રૂપ વિય કહે સુણે મેરી લાવણી, એસી ભા બહુસારી; માત પિતા બંધવ સહુ સાથે, સંજય લીધાં નિરધારી. ૩૬
પ્રભુ પ્રદક્ષિણે વખતે બોલવાન દુહાકાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિપાર;
તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં સાર. ૩૭ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ નિરધાર;
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. ૩૮ ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ દૂર પલાય;
પ્રદક્ષિણ તે કારણે, ભવિક જન ચિત્તલાય.
૩૯
શ્રી સિદ્ધાચળની સ્તુતિના દુહા, સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વ૬ વાર હજાર, ૪૦ જગમાં તીરથ દેવડા, શત્રુંજય ગિરનાર;
એક ગઢ ઋષભ સમેસર્યા, એક ગઢ નેમિકુમાર. ૪૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચડે ગઢ ગિરનાર;
શત્રુંજય ભેટયે નહિ, એળે ગયે અવતાર. ૪૨ એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ .
અષભ કહે ભવડનાં, કર્મ ખપે તત્કાળ. ૪૩ શેવું જ સરખા ગિરિવરૂ રાષભ સરીખા દેવ;
ગૌતમ સરખા ગણધરૂ, વળી વળી વંદું તેહ. ૪૪